Galatians 4:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ તો નમૂનારૂપ છે કેમ કે તે સ્ત્રીઓ જાણે બે કરારો છે; એક તો સિનાઈ પહાડ પરનો, કે જે દાસત્વને જન્મ આપે છે અને તે તો હાગાર (દાસી) છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ વાતને એક રૂપક તરીકે લઈ શકાય. બે સ્ત્રીઓ તે બે કરાર છે. એક સ્ત્રી તો ગુલામ બાળકોને જન્મ આપનાર હાગાર છે અને તે સિનાઈ પર્વત પરનો કરાર દર્શાવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ તો ઉપમારૂપ છે: કેમ કે એ [સ્ત્રીઓ જાણે] બે કરાર છે: એક તો સિનાઈ પહાડ પરનો, તેને દાસત્વને અર્થે સંતાન થાય છે, અને તે તો હાગાર છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ સાચી વાર્તા આપણે માટે એક ચિત્ર ઊભું કરે છે. બે સ્ત્રી, દેવ અને માણસ વચ્ચેના બે કરાર જેવી છે. એક કરાર જે દેવે સિનાઈ પર્વત પર સર્જયો. જે લોકો આ કરાર નીચે છે તેઓ ગુલામ જેવા છે. મા કે જેનું નામ હાગાર હતું તે આ કરાર જેવી છે.