Galatians 4:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે લખેલું છે કે, 'હે નિ:સંતાન, સ્ત્રી તું આનંદ કર; જેને પ્રસૂતિની પીડા થતી નથી, તે તું હર્ષનાદ કર; કેમ કે જેને પતિ છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીનાં સંતાન વધારે છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “હે વંધ્યા, તું હર્ષનાદ કર. જેણે કદી પ્રસવવેદના અનુભવી નથી તે તું આનંદથી પોકાર! કારણ, પોતાના પતિના સહવાસમાં રહેતી સ્ત્રી કરતાં એકલી રખાતી સ્ત્રીનાં વંશજો ઘણાં થશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે લખેલું છે, “હે વંઝા, જેને સંતતિ થતી નથી, તે તું આનંદ કર; જેને પ્રસૂતિવેદના થતી નથી, તે તું હર્ષનાદ કર; કેમ કે જેને વર છે તેના કરતાં એકલી મુકાયેલી સ્‍ત્રીનાં સંતાન વધારે હોય છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે: “સ્ત્રી કે જે બાળકોને જન્મ નથી આપી શક્તી, તે તું આનંદ કર. તેં કદી જન્મ આપ્યો નથી. આનંદથી પોકાર અને હર્ષનાદ કર! પ્રસુતિની પીડાનો તેં કદી અનુભવ કર્યો નથી. સ્ત્રી જે એકલી મુકાયેલી છે તેને વધુ બાળકો હશે જે સ્ત્રીને પતિ છે તેના કરતાં પણ વધારે.”