Genesis 1:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ભૂમિએ સર્વ પ્રકારની વનસ્પતિ એટલે જેમાં પોતપોતાની જાત પ્રમાણેનાં બીજ હોય એવા અનાજના છોડ તથા ફળાઉ વૃક્ષો ઉગાવ્યાં. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, ને પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતમાં છે, તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં; અને ઈશ્વરે જોયું કે તે સારું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પૃથ્વીએ અનાજ ઉત્પન્ન કરનાર ઘાસ અને છોડ ઉગાડયા અને એવાં વૃક્ષો અને છોડ ઉગાડયાં જેનાં ફળોની અંદર બીજ હોય છે. પ્રત્યેક છોડવાએ પોતપોતાની જાતનાં બીજ પેદા કર્યા અને દેવે જોયું કે, તે સારું છે.