Genesis 1:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને બનાવ્યાં. તેમણે જોયું કે તે સારું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ, ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણેનાં બધી જાતનાં પાળવાનાં પ્રાણીઓ, બધી જાતનાં પેટે ચાલતાં પ્રાણીઓ તથા વન્યપશુઓ ઉત્પન્‍ન કર્યાં. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે ગ્રામ્યપશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને ઈશ્વરે બનાવ્યાં; અને ઈશ્વરે જોયું કે, તે સારું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે પછી દેવે પ્રત્યેક જાતિનાં પ્રાણીઓ બનાવ્યાં. દેવે જંગલી પ્રાણીઓ, પાળી શકાય તેવાં પ્રાણીઓ, અને પેટે ચાલનારાં પ્રાણીઓ બનાવ્યાં અને દેવે જોયું કે, આ સારું છે.