Genesis 13:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇબ્રામ કનાન દેશમાં રહ્યો અને લોત તે સપાટ પ્રદેશવાળા નગરોમાં ગયો. તેણે સદોમ નગરમાં સ્થાયી વસવાટ કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબ્રામ કનાન દેશમાં જ રહ્યો, પરંતુ લોત નદીના ખીણપ્રદેશનાં શહેરોમાં જઈ વસ્યો. લોત મુકામ કરતો કરતો છેક સદોમ નજીક જઈ વસ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇબ્રામ કનાન દેશમાં રહ્યો, ને લોત તે પ્રદેશનાં નગરોમાં રહ્યો, ને સદોમ સુધી તે તંબુમાં મુકામ કરતો ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇબ્રામ કનાન પ્રદેશમાં રહ્યો અને લોત યર્દનખીણના નગરોમાં વસવા લાગ્યો, તેણે સદોમની દક્ષિણે મુકામ કર્યો.