Genesis 13:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તારી આગળ આખો દેશ નથી? તું આગળ જા અને પોતાને મારાથી જુદો કર. જો તું ડાબી બાજુ જશે, તો હું જમણી બાજુ જઈશ. અથવા જો તું જમણી બાજુ જશે, તો પછી હું ડાબી બાજુ જઈશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારી આગળ આખો દેશ છે. માટે તું હવે મારાથી જુદો થા. તું દેશમાં ડાબી તરફ જશે તો હું જમણી તરફ જઈશ અને તું જમણી તરફ જશે તો હું ડાબી તરફ જઈશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું, તારી આગળ આળપ દેશ નથી? તો મારાથી તું જુદો થા. જો તું ડાબી બાજુ જશે, તો હું જમણી બાજુ જઈશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આપણે જુદા થઈ જવું જોઇએ. તારી આગળ આખો દેશ પડેલો છે. તું જો ડાબી બાજુ જઈશ, તો હું જમણી બાજુ જઈશ અથવા જો તું જમણી બાજુ જઈશ, તો હું ડાબી બાજુ જઈશ.”