Genesis 15:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઈશ્વર ઇબ્રામને રાત્રે ઘરની બહાર આકાશ નીચે લઈ ગયા અને કહ્યું, "તું ઊંચે આકાશ તરફ જો અને ગણી શકે તો તારાઓ ગણ," પછી તેમણે તેને કહ્યું, "એ તારાઓ જેટલાં તારા સંતાન થશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ બહાર લઈ જઈને તેને કહ્યું, “આકાશ તરફ જો અને તારાથી ગણી શકાય તો તારાઓની ગણતરી કર; એટલાં તારાં સંતાન થશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેમણે ઇબ્રામને બહાર લઈ જઈને કહ્યું, “હવે તું આકાશ તરફ જો, ને તું તારાઓ ગણી શકે, તો ગણ.” અને યહોવાએ તેને કહ્યું, “તેટલા તારાં સંતાન થશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દેવ ઇબ્રામને બહાર લઈ ગયા. દેવે કહ્યું, “આકાશને જો, અસંખ્ય તારાઓને જો, એ એટલા બધા છે કે, તું ગણી શકે નહિ. ભવિષ્યમાં તારું કુટુંબ આટલું મોટું થશે.”