Genesis 16:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે ઈશ્વર; જેઓ તેની સાથે વાત કરતા હતા તેમનું નામ "એલ-રોઈ" પાડ્યું, કેમ કે તેણે કહ્યું, "ઈશ્વરે મારા પર દ્રષ્ટિ કરી છે શું?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હાગારે પોતાની સાથે વાત કરનાર પ્રભુનું નામ ‘એલ-રોઈ’ [જોનાર ઈશ્વર] પાડયું: કારણ, તેણે કહ્યું, “મને જોનાર ઈશ્વરનાં મને દર્શન થયાં છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવા જે તેની સાથે વાત કરતો હતો, તેનું નામ તેણે એલ-રોઈ એવું પાડયું, કેમ કે તેણે કહ્યું, “જે મને જુએ છે તેના પર અહીં મારી દષ્ટિ પડી શું?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાએ હાગાર સાથે વાતો કરી. તેણે પોતાની સાથે વાત કરનાર દેવને એક નવા નામથી પોકાર્યો. તેણે કહ્યું, “તમે તે યહોવા છો જે મને જુઓ છે.” “ખરેખર મને દેવના દર્શન થયા પછી હું જીવતી રહી છું!”