Genesis 16:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સારાયે ઇબ્રામને કહ્યું, "મારી સાથે આ ખોટું થયું છે. મેં મારી દાસી તને આપી અને જયારે ખાતરી થઈ કે તે ગર્ભવતી થઈ છે ત્યારે તેની દ્રષ્ટિમાં હું તુચ્છ થઈ છું. મારી અને તારી વચ્ચે ઈશ્વર ન્યાય કરો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સારાયે અબ્રામને કહ્યું, “મને થયેલો અન્યાય તમારે શિર છે. મેં જ મારી દાસીને તમારી સોડમાં સોંપી હતી, પણ પોતે ગર્ભવતી થઈ છે એવી તેને ખબર પડતાં તે મારો તિરસ્કાર કરવા લાગી છે. પ્રભુ આપણા બે વચ્ચે ન્યાય કરો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સારાયે ઇબ્રામને કહ્યું, “મારી હાય તમને લાગશે. મેં મારી દાસીને તમારી સોડમાં આપી; અને જ્યારે તેણે પોતને ગર્ભવતી થયેલી જાણી ત્યારે તેની દષ્ટિમાં હું તુચ્છ ગણાઈ. મારી ને તમારી વચ્ચે યહોવા ન્યાય કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ સારાયે ઇબ્રામને કહ્યું, “માંરી દાસી મને નફરત કરે છે અને તે માંટે હું તમને દોષિત માંનું છું. મેં માંરી દાસી તમને આપી અને તેણીને જયારે ખબર પડી કે, તેણી ગર્ભવતી છે, ત્યારે તે મને તિરસ્કારવા લાગી. અમાંરા બેમાં કોણ સાચું છે એનો ન્યાય યહોવાએ કરવો જોઇએ.”