Genesis 18:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુએ તેને કહ્યું, "હું ચોક્કસ વસંતમાં તારી પાસે પાછો આવીશ અને જો, તારી પત્ની સારાને દીકરો થશે." તેની પાછળ જે તંબુનું બારણું હતું, ત્યાંથી સારાએ તે વાત સાંભળી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ કહ્યું, “આવતે વર્ષે નિયત સમયે હું તારે ત્યાં પાછો આવીશ અને ત્યારે તારી સ્ત્રી સારાને પુત્ર હશે.” અબ્રાહામની પાછળ જ તંબુના પ્રવેશદ્વાર નજીક ઊભા રહીને સારાએ તે સાંભળ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ કહ્યું, “હું ખચીત સમય આવ્યે તારી પાસે પાછો આવીશ. અને, જો, તારી પત્ની સારાને દીકરો થશે.” અને તેની પાછળ તંબુનું બારણું હતું ત્યાંથી સારાએ તે સાંભળ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે યહોવાએ કહ્યું, “હું વસંતમાં આવતા વરસે પાછો આવીશ. તે સમયે તારી પત્ની સારા એક બાળકને જન્મ આપશે.” સારા તંબુમાં બારણા પાસે ઊભી રહીને આ વાતો સાંભળતી હતી.