Genesis 18:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તેને પસંદ કર્યો છે તેથી તે તેના દીકરાઓને તથા તેના પછી થનાર તેના પરિવારને એવું સૂચન કરશે કે, તેઓ ન્યાયી થવા તથા ન્યાય કરવાને મારો માર્ગ અપનાવે, તે માટે કે ઇબ્રાહિમ સંબંધી મેં જે કહ્યું છે, તે તેઓ પાળે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, મેં જ તેને પસંદ કર્યો છે. તે તેનાં સંતાનોને અને તેના પછી આવનાર પરિવારોને આજ્ઞા કરશે કે, જે સાચું અને યથાર્થ છે તેનું પાલન કરીને તેઓ પ્રભુના માર્ગમાં ચાલે જેથી અબ્રાહામને આપેલું વચન હું પાળી શકું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દિકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે, તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાળે; એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું છે, તે તે તેને આપે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં જ એને પસંદ કર્યો છે કે, જેથી એ પોતાનાં સંતાનોને અને પોતાના પછીના વંશજોને ધર્મ અને ન્યાયનું આચરણ કરીને યહોવાને માંગેર્ વળવાની આજ્ઞા કરે, અને એ રીતે ઇબ્રાહિમને આપેલું વચન હું પાળી શકું.”