Genesis 18:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઇબ્રાહિમ ઉતાવળે સારાની પાસે તંબુમાં ગયો અને કહ્યું, "જલ્દી કર. ત્રણ માપ મેંદો મસળ અને રોટલી તૈયાર કર."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી અબ્રાહામ તરત જ સારા પાસે તંબુમાં ગયો. તેણે તેને કહ્યું, “ત્રણ માપ લોટ મસળીને જલદી જલદી રોટલી બનાવી દે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇબ્રાહિમે સારાની પાસે તંબુમાં ઉતાવળે જઈને કહ્યું, “ત્રણ માપ મેંદો ઉતાવળે મસળ, ને રોટલી તૈયાર કર.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇબ્રાહિમ ઉતાવળો ઉતાવળો તંબુમાં ગયો અને સારાને કહ્યું, “ઝટપટ ત્રણ માંપિયાં ઝીણો મેંદાનો લોટ લઈને ગૂંદીને રોટલી બનાવી નાખ.”