Genesis 19:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સદોમમાં સાંજે બે દૂત આવ્યા. ત્યારે લોત સદોમના પ્રવેશદ્વારે બેઠો હતો. લોત તેઓને જોઈને મળવા ઊઠ્યો અને સાષ્ટાંગ પ્રણામ કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સંધ્યા સમયે પેલા બે દૂતો સદોમ આવી પહોંચ્યા. લોત ત્યારે સદોમના દરવાજે બેઠો હતો. તેમને જોઈને લોત મળવા ઊભો થયો અને ભૂમિ સુધી માથું નમાવીને તેમને પ્રણામ કરતાં કહ્યું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી સદોમમાં સાંજે એ બે દૂત આવ્યા; અને લોત સદોમના દરવાજામાં બેઠો હતો; અને લોત એઓને જોઈને મળેવા ઊઠયો, ને પ્રણામ કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમાંના બે દેવદૂતો સાંજે સદોમ નગરમાં આવ્યા ત્યારે લોત સદોમના દરવાજામાં બેઠો હતો. તેણે દેવદૂતોને જોયા. લોતે વિચાર્યું કે આ લોકો નગરમાંથી યાત્રા કરી રહ્યા છે, તેથી તેઓને મળવા ઊભો થયો અને તેમની પાસે જઈને સાષ્ટાંગ નમસ્કાર કરીને બોલ્યો,