Genesis 19:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓએ લોતને કહ્યું, "અહીં તારી પાસે બીજા કોઈ છે? તારો જમાઈ, તારા દીકરાઓ, તારી દીકરીઓ તથા નગરમાં જે સર્વ તારાં હોય તેઓને, અહીંથી બહાર મોકલી દે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પેલા માણસોએ લોતને કહ્યું, “અહીં તારાં કોઈ બીજાં સગાં છે? તારા જમાઈઓ, દીકરા અથવા બીજાં કોઈ સગાં છે? જો હોય તો તેમને સૌને લઈને શહેર બહાર જતો રહે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે માણસોએ લોતને કહ્યું, “અહીં તારાં બીજાં કોઈ છે? તારા જમાઈને, તથા તારા દિકરાઓને, તથા નગરમાં જે સર્વ તારાં હોય તેઓને, આ જગમાંથી કાઢ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બંન્ને જણે લોતને કહ્યું, “શું આ નગરમાં કોઈ એવો માંણસ તમાંરા પરિવારનો છે? શું તમાંરા જમાંઈ, તમાંરી પુત્રીઓ કે અન્ય કોઈ તમાંરા પરિવારનો માંણસ છે? જો કોઈ બીજો માંણસ તમાંરા પરિવારનો આ નગરમાં રહેતો હોય તો તેને હમણાં જ આ નગર છોડી જવા કહી દો.