Genesis 19:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોત બહાર આવ્યો, એટલે તેની દીકરીઓ સાથે લગ્ન કરવાનું વચન આપનારા તેના જમાઈઓને કહ્યું, "જલ્દી, આ જગ્યાથી બહાર જતા રહો, કેમ કે ઈશ્વર આ નગરનો નાશ કરવાના છે." પણ તેના જમાઈઓને એમ લાગ્યું કે તે મજાક કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી લોત બહાર ગયો અને પોતાના ભાવિ જમાઈઓને કહ્યું, “જલદી કરો, આ શહેરમાંથી બહાર નીકળી જાઓ; કારણ, પ્રભુ આ શહેરનો નાશ કરવાના છે.” પણ તેના જમાઈઓને લાગ્યું કે લોત માત્ર મજાક ઉડાવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લોત નીકળ્યો, ને તેની દીકરીઓને પરણનારા તેના જમાઈઓને બોલાવીને તેણે કહ્યું, “ઊઠો, આ જગામાંથી નીકળી જાઓ, કેમ કે યહોવા આ નગરનો નાશ કરવાના છે.” પણ તે ઠઠ્ઠા કરતો હોય એમ તેના જમાઈઓને લાગ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલા માંટે લોત બહાર ગયો અને પોતાની બીજી પુત્રીઓ સાથે લગ્ન કરવાવાળા જમાંઈઓને વાત કરી. લોતે કહ્યું, “ઊતાવળ કરો અને આ નગરને છોડી જાઓ. યહોવા એનો તરત વિનાશ કરશે.” પરંતુ એ લોકો એવું સમજયા કે, લોત મશ્કરી કરી રહ્યો છે.