Genesis 19:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વહેલી સવારે દૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું, "ઊઠ, તારી પત્નીને તથા તારી બે દીકરીઓ જે અહીં છે તેઓને લઈને નીકળી જા, જેથી નગરને થનારી સજામાં તું નાશ ન પામે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વહેલી સવારે દૂતોએ લોતને ચેતવણી આપતાં કહ્યું, “ઊઠ, તારી પત્નીને અને તારી બે દીકરીઓ જે અહીં છે, તેમને લઈને જલદી જતો રહે, નહિ તો આ શહેરનો નાશ થાય, ત્યારે તેની સાથે તમે પણ નાશ પામશો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મળસકે દૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું, “ઊઠ, તારી પત્નીને તથા તારી બે દીકરીઓ જે અહીં છે તેઓને સાથે લે; રખેને નગરની ભૂંડાઈથી તારો નાશ થાય.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજે દિવસે સવારના સમયે દેવદૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું, “ઊઠ, તારી પત્ની અને તારી બે પુત્રીઓ જે અહીં છે તેમને સાથે લઈ લે; અને આ જગ્યા છોડી દે, જેથી તમે બધા આ નગરની સાથે નાશ નહિ પામો.”