Genesis 19:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તે વિલંબ કરતો હતો. તેથી તે દૂતોએ તેના, તેની પત્નીના અને તેની બે દીકરીઓના હાથ પકડ્યા, કેમ કે ઈશ્વર તેની પર દયાળુ હતા. તેઓ તેમને બહાર લાવ્યા અને તેઓને નગરની બહાર પહોંચાડ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લોત જતાં ખચકાતો હતો, પણ ઈશ્વર તેના પર દયાળુ હોવાથી પેલા બે પુરુષો તેને, તેની પત્નીને અને તેની બે દીકરીઓને હાથ પકડીને શહેર બહાર લઈ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તે વિલંબ કરતો હતો; ત્યારે યહોવા તેના પર કૃપાળુ હતા માટે, તે પુરુષોએ તેનો હાથ તથા તેની પત્નીનો હાથ તથા તેની બે દીકરીઓના હાથ પકડયા; અને તેઓએ તેને કાઢીને નગરની બહાર પહોંચાડયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ લોત મૂઝવણમાં હતો તેથી નગર છોડવાની તેણે ઉતાવળ ન કરી. પણ એના પર દેવની મહેરબાની હતી એટલે પેલા માંણસો તેને, તેની પત્નીને અને તેની બે પુત્રીઓને હાથ પકડીને શહેરની બહાર લઈ આવ્યા.