Genesis 19:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ તેમને બહાર લાવ્યા ત્યારે તે દૂતોમાંના એકે લોતને કહ્યું, "તું પોતાનો જીવ બચાવવા નાસી જા! પાછળ જોતો નહિ અને મેદાનમાં કોઈ જગ્યાએ રોકાતો નહિ. તારો નાશ ન થાય માટે પર્વત પર નાસી જજે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમને બહાર લાવ્યા પછી એક દૂતે તેમને કહ્યું, “તમારો જીવ લઈને નાસો, પાછા વળીને જોશો નહિ અને ખીણપ્રદેશમાં કોઈ જગ્યાએ ન રોકાતાં પર્વત પર નાસી જાઓ, નહિ તો તમારો પણ નાશ થઈ જશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે તેઓ તેમને બહાર લાવ્યા પછી [યહોવાએ] તેને કહ્યું, “તું પોતાનો જીવ લઈને નાસી જા. તારી પાછળ જોતો ના, ને નીચાણમાં કોઈ ઠેકાણે રહેતો ના; તારો નાશ ન થાય માટે પહાડ પર નાસી જજે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બંન્નેએ લોત અને તેના પરિવારને નગરની બહાર પહોંચાડયા. જયારે તેઓ બહાર આવી ગયા ત્યારે બંન્નેમાંના એકે કહ્યું, “તમાંરો જીવ બચાવવા ભાગો, પાછું વળીને જોશો નહિ, અને આ નદીકાંઠાના પ્રદેશમાં કયાંય ઊભા રહેશો નહિ. પર્વતો ન આવે ત્યાં સુધી દોડો અને પર્વતો પાછળ ચાલ્યા જાઓ. નહિ તો તમે હતા ન હતા થઈ જશો.”