Genesis 19:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આમ જ્યારે ઈશ્વરે તે મેદાનોના નગરોનો નાશ કર્યો, ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમને યાદ કર્યો. જ્યાં લોત રહેતો હતો, તે નગરોનો નાશ તેમણે કર્યો, ત્યારે એવા નાશમાંથી તેમણે લોતને બહાર લાવીને બચાવી લીધો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરે ખીણપ્રદેશનાં શહેરોનો નાશ કર્યો ત્યારે તેમણે અબ્રાહામને સંભાર્યો, એટલે જે શહેરમાં લોત રહેતો હતો તેનો નાશ કર્યો ત્યારે તેમણે લોતને ઉગારી લીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે ઈશ્વરે નીચાણનાં નગરોનો નાશ કર્યો, ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમનું સ્મરણ કર્યું, ને જયાં લોત રહેતો હતો તે નગરનો નાશ તેમણે કર્યો, તે વખતેએ નાશ મધ્યેથી તે લોતને બહાર કાઢી લાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ દેવે કોતરોમાંના શહેરોનો વિનાશ કર્યો. જયારે દેવ આમ કરી રહ્યાં હતા, ત્યારે ઇબ્રાહિમે જે માંગ્યું છે તેનું સ્મરણ થયું અને લોતને બચાવ્યો. તેણે જે નગરનો નાશ કર્યો હતો ત્યાથી લોતને દૂર મોકલી દીધો.