Genesis 19:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તેણે તેઓને ઘણો આગ્રહ કર્યો તેથી તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં પ્રવેશ કર્યો. તેણે ભોજન અને બેખમીરી રોટલી તૈયાર કરી અને તેઓ જમ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છતાં તેના અતિ આગ્રહને વશ થઈને તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં રહ્યા. લોતે તેમને માટે જમણની વ્યવસ્થા કરી. તેણે ખમીરરહિત રોટલી બનાવડાવી. પછી તેમણે ભોજન લીધું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તેઓને બહુ આગ્રહ કર્યો; ત્યારે તેઓ વળીને તેને ત્યાં ગયા ને તેના ઘરમાં પેઠા. અને તેણે તેઓને માટે ભોજન તૈયાર કર્યું, ને બેખમીર રોટલી કરી, ને તેઓએ ખાધું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ લોત પોતાને ઘરે પધારવા વારંવાર આગ્રહ કરતો હતો. એટલે તેઓ લોતને ઘેર જવા તૈયાર થયા. અને જયારે તેઓ લોતને ઘેર પહોચ્યાં ત્યારે લોતે પીવા માંટે કાંઈક આપ્યું. અને તેમના માંટે ખમીર વગરની રોટલી બનાવી. દેવદૂતોએ તે ખાધું.