Genesis 19:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બીજા દિવસે મોટી દીકરીએ નાનીને કહ્યું, "સાંભળ, ગઈ કાલે રાત્રે હું આપણા પિતાની સાથે સૂઈ ગઈ હતી. ચાલ આજે રાત્રે પણ આપણે તેમને દ્રાક્ષાસવ પીવડાવીએ અને તું પણ અંદર જઈને તેમની સોડમાં સૂઈ જા, કે જેથી આપણે આપણા પિતાનો વંશ વધારીએ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજે દિવસે મોટીએ નાનીને કહ્યું, “જો ગઈ કાલે રાત્રે હું આપણા પિતા સાથે સૂઈ ગઈ હતી. આજે રાત્રે પણ આપણે તેમને દ્રાક્ષાસવ પીવડાવીએ. પછી તું પણ જઈને તેમની સાથે સૂઈ જજે. જેથી આપણા દ્વારા આપણા પિતાનો વંશ ચાલુ રહે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સવારે એમ થયું કે, મોટીએ નાનીને કહ્યું, “જો, કાલે રાત્રે હું આપણા પિતાની સાથે સૂતી. આજે રાત્રે પણ આપણે તેને દ્રાક્ષારસ પાઇએ; અને તું પણ જઈને તેમની સાથે સૂ કે, આપણાથી આપણા પિતાનું સંતાન રહે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજે દિવસે મોટી પુત્રીએ નાનીને કહ્યું, “જો ગઈકાલે રાત્રે હું પિતા સાથે સૂઈ ગઈ હતી. આજે પણ આપણે તેને દ્રાક્ષારસ પાઈએ, પછી તું જઈને તેમની સાથે સૂઈ જજે. આ રીતે આપણે આપણા પિતાથી આપણો વંશવેલો જાળવી શકીએ.”