Genesis 2:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માણસ બોલી ઊઠ્યો કે, "આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાનું માંસ છે. તે 'નારી' કહેવાશે, કેમ કે તે નરમાંથી લેવાયેલી છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે માણસ બોલી ઊઠયો: “અરે, આ તો મારા હાડકામાંનું હાડકું છે અને મારા માંસમાંનું માંસ છે. તે નારી કહેવાશે; કારણ, તે નરમાંથી લીધેલી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે માણસે કહ્યું, “આ મારાં હાડકાંમાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે; તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને મનુષ્યે કહ્યું: “બરાબર માંરા જેવી એક વ્યકિત. તેના હાડકાં માંરા હાડકામાંથી અને તેનું માંસ માંરાં માંસમાંથી થયું છે. તેણી ‘નારી’ કહેવાશે, કારણ તેને નરમાંથી લેવાવામાં આવી છે.”