Genesis 20:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ રાત્રે સ્વપ્નમાં ઈશ્વરે અબીમેલેખને કહ્યું, "તું પોતાને મરણ પામેલો જાણજે, કેમ કે જે સ્ત્રીને તેં પચાવી પાડી છે, તે એક પુરુષની પત્ની છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ રાત્રે ઈશ્વરે અબિમેલેખને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, “જો, તારા ઘરમાં તેં જે સ્ત્રી રાખી છે તેને લીધે તારું મોત આવી લાગ્યું છે. કારણ, તે પરણેલી સ્ત્રી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ રાત્રે સ્વપનમાં ઈશ્વરે અબીમેલેખની પાસે આવીને કહ્યું, જો, જે સ્‍ત્રી તેં લીધી છે તેને લીધે તું પોતાને મૂએલો જ જાણજે; કેમ કે તે પરણેલી છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ એક વખત રાત્રે દેવે અબીમેલેખને સ્વપ્નમાં દર્શન આપ્યા અને વાત કરી. દેવે કહ્યું, “જો, જે સ્ત્રીને તેં ઘરમાં રાખી છે તેને કારણે તારું આવી બન્યું છે. કારણ તે પરસ્ત્રી છે. તું મરવાનો છે.”