Genesis 20:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવીને કહ્યું, "આ તેં અમને શું કર્યું છે? મેં તારો શો અપરાધ કર્યો છે કે, તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામ કરવા યોગ્ય ન હતું તે તેં મારા પ્રત્યે કર્યું છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી અબિમેલેખે અબ્રાહામને બોલાવીને કહ્યું, “તેં અમારી સાથે આવો વર્તાવ કેમ કર્યો? મેં તારો શો ગુનો કર્યો છે કે તેં મને અને મારા લોકને ભયંકર પાપમાં નાખ્યા? તેં મારી સાથે નહિ કરવા જેવો વર્તાવ કર્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અબીમેલેખે ઇબ્રાહિમને તેડાવીને તેને કહ્યું, “આ તેં અમને‍ શું કર્યું છે? મેં તારો શો અપરાધ કર્યો છે કે, તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામો કરવાં યોગ્ય નથી તે તેં મારા પ્રત્યે કર્યાં છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવ્યો અને તેને કહ્યું, “તમે માંરી સાથે આમ કેમ કર્યું? મેં તમાંરો શો ગુનો કર્યો હતો કે, તમે ‘આ માંરી બહેન છે.’ એમ જૂઠું બોલીને મને અને માંરા રાજયને મોટાં પાપમાં નાખ્યાં? તમાંરે માંરી સાથે આવો વર્તાવ નહોતો કરવો જોઈતો, તમે શું સમજીને આમ કર્યું?