Genesis 21:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, "આ બાળક તથા તારી દાસીને લીધે તું ઉદાસ થઈશ નહિ. આ બાબત વિશે જે સર્વ સારાએ તને કહ્યું છે, તે સાંભળ, કેમ કે તારો વંશ ઇસહાકથી ગણાશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ ઈશ્વરે અબ્રાહામને કહ્યું, “તારા પુત્ર તથા તારી દાસીને લીધે તું દુ:ખી થઈશ નહિ, પણ સારાના કહેવા પ્રમાણે કર. કારણ, તારો વંશ ઇસ્હાકથી ચાલુ રહેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, “તારા દિકરા તથા તારી દાસીને લીધે તારે માઠું લગાડવું નહિ; જે સર્વ સારાએ તને કહ્યું છે, તેમાં તેનું સાંભળ; કેમ કે ઇસહાકથી તારું સંતાન ગણાશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ દેવે ઇબ્રાહિમને કહ્યું, “એ પુત્રને કારણે તથા દાસી સ્ત્રીને કારણે મનમાં દુ:ખી થઈશ નહિ. સારા તને જે કંઈ કહે તે તેના કહ્યાં પ્રમાંણે કર. કારણ કે તારો વંશવેલો ઇસહાકથી ચાલુ રહેશે.