Genesis 21:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઈશ્વરે તેની આંખો ઊઘાડી અને તેણે પાણીનો એક કૂવો જોયો. ત્યાં જઈને તેણે પાણીનું પાત્ર ભર્યું અને છોકરાંને પાણી પીવાને આપ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ઈશ્વરે તેની આંખો ઉઘાડી અને તેણે પાણીનો એક કૂવો જોયો. ત્યાં જઈને તેણે મશકમાં પાણી ભરી લીધું અને છોકરાને પીવડાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઈશ્વરે તેની આંખ ઉઘાડી, ને તેણે પાણીનો એક કૂવો જોયો; અને તેણે જઈને મશકમાં પાણી ભર્યું, ને છોકરાને પીવડાવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દેવે હાગારને પાણીથી ભરેલો કૂવો દેખાય તેવું કર્યુ. તે ત્યા ગઇ અને મશકમાં પાણી ભરી લીધું. અને બાળકને પાણી પાયું.