Genesis 22:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી ઇબ્રાહિમે દહનીયાર્પણ માટેનાં લાકડાં ઊંચકી લેવા માટે પોતાના દીકરા ઇસહાકને આપ્યાં. તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધાં અને તેઓ બન્ને સાથે પર્વત પર ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબ્રાહામે ઇસ્હાકની પાસે બલિદાન માટેનાં લાકડાં ઉપડાવ્યાં અને પોતાના હાથમાં અગ્નિ તથા છરો લઈ લીધાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇબ્રાહિમે દહનીયાર્પણનાં લાકડાં પોતાના દિકરા ઇસહાક પર મૂક્યાં; અને તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધા; અને તેઓ બન્ને સાથે ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇબ્રાહિમે યજ્ઞ માંટેનાં લાકડાં લીધાં અને પોતાના પુત્ર ઇસહાકના ખભા પર ચઢાવ્યાં. અને ઇબ્રાહિમે પોતાના હાથમાં અગ્નિ અને છરો લીધો પછી ઇબ્રાહિમ અને તેનો પુત્ર બંને ઉપાસના માંટે તે જગ્યાએ એક સાથે ગયા.