Genesis 23:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તે દેશના લોકોના સાંભળતાં એફ્રોનને કહ્યું, "પણ જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સંભાળ. હું ખેતરને માટે કિંમત ચૂકવીશ. મારી પાસેથી રૂપિયા લે. ત્યાં હું મારી મૃત પત્નીને દફનાવીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેમના સાંભળતા એફ્રોનને કહ્યું, “તમે તે આપવા રાજી હો તો મારી વાત સાંભળો. હું એ ખેતરની કિંમત આપીશ. તમે એ મારી પાસેથી લો તો હું મારી મૃત પત્નીને ત્યાં દફનાવું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તે દેશના લોકોના સાંભળતાં એફ્રોનને કહ્યું, “જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સાંભળ:તે ખેતરને માટે હું તને કિંમત આપીશ; તે મારી પાસેથી લે, તો ત્યાં હું મારી મૃત પત્નીને દાટું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇબ્રાહિમે બધા લોકોની હાજરીમાં એફ્રોનને કહ્યું, “પરંતુ હું તો આ ખેતરની પૂરેપૂરી કિંમત આપવા માંગું છું. તેનો તમે સ્વીકાર કરો તો હું માંરી પત્નીને ત્યાં દફનાવી શકું.”