Genesis 24:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ચાકરે તેના માલિકનાં ઊંટોમાંથી દસ ઊંટ લીધાં અને તેના માલિક તરફથી વિવિધ પ્રકારની ઘણી ભેટો પણ પોતાની સાથે લીધી. તે લઈને તે રવાના થયો અને મુસાફરી કરીને અરામ-નાહશા-ઇમના નાહોરના શહેરમાં આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી નોકરે પોતાના શેઠનાં દસ ઊંટ લીધાં અને પોતાના શેઠના ઘરમાંથી ઉત્તમ ઉત્તમ ચીજો લઈને તે મેસોપોટેમિયામાં આવેલા નાહોરના નગર તરફ જવા ચાલી નીકળ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે ચાકર તેના ધણીનાં ઊંટોમાંથી દશ ઊંટ લઈને ચાલી નીકળ્યો. કેમ કે તેના ધણીની સર્વ સંપત્તિ તેના હાથમાં હતી. અને તે ઊઠયો, ને અરામ-નાહરા-ઇમના નાહોરના શહેરમાં ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી નોકરે ઇબ્રાહિમના દશ ઊંટ લીધાં. અને ધણી પાસેથી જાતજાતની સારામાં સારી ભેટસોગાદો લઈને અરામ-નાહશ-ઇમનામાં આવેલા નાહોર નગરમાં જવા નીકળી પડયો.