Genesis 24:40 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તેણે મને કહ્યું, 'જે ઈશ્વરની આગળ હું ચાલુ છું તેઓ તેમના દૂતને તારી સાથે મોકલશે અને તારો માર્ગ સફળ કરશે, કે જેથી મારાં સગાઓમાંથી તથા મારા પિતાના ઘરમાંથી મારા દીકરાને સારુ તું કન્યા લાવી શકે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે મારા માલિકે કહ્યું, ‘જે પ્રભુની સમક્ષ હું ચાલુ છું તે પોતાના દૂતને તારી સાથે મોકલશે અને તારા પ્રવાસને સફળ બનાવશે. તારે મારાં કુટુંબીજનોમાંથી અને મારા પિતાના ઘરમાંથી મારા પુત્ર માટે પત્ની લાવવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેમણે મને કહ્યું, ‘યહોવા જેની સંમુખ હું ચાલું છું તે પોતાના દૂતને તારી સાથે મોકલશે, ને તારો માર્ગ સફળ કરશે; અને મારા કુટુંબીઓમાંથી, તથા મારા પિતાના ઘરમાંથી મારા દિકરાને માટે તું પત્ની લાવજે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ માંરા ધણીએ કહ્યું, ‘હું યહોવાની સેવા કરું છું. અને યહોવા તારી સાથે એમનો દૂત મોકલશે, જે તમાંરી મદદ કરશે. ત્યાં તને અમાંરા લોકોમાં માંરા પુત્ર માંટે સ્ત્રી મળશે.