Genesis 24:45 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું પ્રાર્થના કરી રહ્યો તે પહેલાં, રિબકા ખભા પર ગાગર લઈને ત્યાં આવી અને તેણે કૂવા પાસે આવીને પાણી ભર્યું. તેથી મેં તેને કહ્યું, 'કૃપા કરીને મને પાણી પીવડાવ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હજી તો હું મનમાં બોલતો હતો એવામાં જ રિબકા ખભે ગાગર લઈને નીકળી અને ઝરા પાસે ઊતરીને તેણે પાણી ભર્યું. મેં તેને કહ્યું, ‘મને પાણી પા.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું મારા મનમાં એ વારત કહી ત્યાર પહેલાં, જુઓ, રિબકા ખભે ગાગર લઈ નીકળી આવી. અને તેણે ઝરા પાસે ઊતરીને પાણી ભર્યું; અને મેં તેને કહ્યું, ‘કૃપા કરીને મને પાણી પા.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“માંરી પ્રાર્થના પૂરી થતાં પહેલા જ રિબકા કૂવા પર પાણી ભરવા આવી. પાણીનો ઘડો તેના ખભા પર હતો તે ઊતારીને પાણી ભર્યું. મેં તેને કહ્યું, કૃપા કરીને મને થોડું પાણી આપો.