Genesis 24:47 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તેને પૂછ્યું, 'તું કોની દીકરી છે?' તેણે કહ્યું, 'હું મારા દાદાદાદી નાહોર અને મિલ્કાના દીકરા બથુએલની દીકરી છું.' પછી મેં તેના નાકમાં નથની અને તેના બન્ને હાથમાં બંગડી પહેરાવી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મેં તેને પૂછયું, ‘તું કોની પુત્રી છે?’ તેણે કહ્યું, ‘નાહોર અને મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી.’ એટલે મેં તેના નાકમાં વાળી અને હાથમાં બંગડીઓ પહેરાવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે મેં તેને પૂછયું, તું કોની દીકરી છે?’ અને તેણે કહ્યું, ‘નાહોરનો દીકરો બથુએલ જે મિલ્કાને પેટે જન્મ્યો, તેની;’ અને મેં તેના નાકમાં વાળી ને તેના બન્ને હાથમાં બગડી પહેરાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મેં એને પૂછયું, ‘તારા પિતા કોણ છે?’ એણે ઉત્તર આપ્યો, ‘માંરા પિતા બથુએલ છે. માંરા પિતાના માંતાપિતા મિલ્કાહ અને નાહોર છે.’ એટલે મેં એના નાકમાં વાળી અને હાથમાં બંગડીઓ પહેરાવી.