Genesis 25:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકૂબે કહ્યું, "પહેલા તું મારી આગળ સોગન લે." એસાવે સોગન લીધા અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાકોબે કહ્યું, “તું પહેલાં મારી આગળ સોગંદ ખા.” એટલે તેણે તેની આગળ સોગંદ ખાધા અને જયેષ્ઠપુત્ર તરીકેનો પોતાનો હક્ક યાકોબને વેચી દીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાકૂબે કહ્યું “આજે મારી આગળ સમ ખા; અને પોતાનું જયેષ્ઠપણું યાકૂબને વેચી દીધું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યાકૂબે કહ્યું, “પહેલાં તું સમ લે કે, તું મને તે આપીશ.” તેથી એસાવે યાકૂબ આગળ સમ ખાધા. અને એસાવે પોતાના પિતાની મિલકતનો પોતાનો ભાગ યાકૂબને આપ્યો અને પોતાનો પ્રથમ પુત્રનો હક્ક પણ યાકૂબને વેચી દીધો.