Genesis 25:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકૂબે એસાવને રોટલી તથા દાળનું બનાવેલું શાક આપ્યાં. તેણે ખાધું, પીધું અને પછી તે ઊઠીને પોતાને રસ્તે ચાલ્યો ગયો. આ રીતે એસાવે પોતાની વરિષ્ઠતાને તુચ્છ ગણી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી યાકોબે એસાવને રોટલી અને મસુરની લાલ દાળ આપ્યાં. એસાવ ખાઈપીને ઊઠયો અને પોતાને રસ્તે પડયો. આમ, એસાવે જયેષ્ઠપુત્ર તરીકેનો પોતાનો હક્ક તુચ્છ ગણ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાકૂબે એસાવને રોટલી તથા દાળનું બનાવેલું શાક આપ્યાં. અને તેણે ખાધું તથા પીધું, ને ઊઠીને ચાલ્યો ગયો. એમ એસાવે પોતાનું જયેષ્ઠપણું હલકું ગણ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યાકૂબ એસાવને રોટલી અને મસૂરની દાળ આપી. પછી ખાધા-પીધા પછી તે ઊઠીને ચાલ્યો ગયો. આ રીતે એસાવે એ દશાર્વ્યુ કે, તે પોતાના પ્રથમ પુત્ર હોવાના હક્કની પરવા કરતો નથી.