Genesis 26:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના પિતા ઇબ્રાહિમના દિવસોમાં પાણીના જે કૂવા હતા જે તેના મરણ પછી પલિસ્તીઓએ પૂરી દીધા હતા, તે કૂવાઓ ઇસહાકે ફરીથી ખોદાવ્યા. તે કૂવાઓનાં જે નામ તેના પિતાએ રાખ્યા હતાં, તે જ નામ ઇસહાકે રાખ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસ્હાકે પોતાના પિતા અબ્રાહામના વખતમાં ખોદાયેલા કૂવા ફરી ખોદી કાઢયા; કારણ, અબ્રાહામના મૃત્યુ પછી પલિસ્તીઓએ તે પૂરી દીધા હતા. વળી, તે કૂવાઓનાં જે નામ ઇસ્હાકના પિતાએ પાડયાં હતાં તે જ નામ ઇસ્હાકે પણ પાડયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેના પિતા ઇબ્રાહિમના વખતમાં તેઓએ પાણીના જે કૂવા ખોદ્યા હતા, તે ઇસહાકે ગાળી કાઢયા, કેમ કે ઇબ્રાહિમના મરણ પછી પલિસ્તીઓએ તે પૂરી નાખ્યા હતા. અને તેમનાં જે જે નામ તેના પિતાએ પાડયાં હતાં, તે જ નામ તેણે તેઓનાં પાડયાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસહાકે તેના પિતા ઇબ્રાહિમના સમયમાં જે કૂવાઓ ખોદાવ્યા હતા તે ફરીથી ખોદાવ્યા. કારણ કે ઇબ્રાહિમના મૃત્યુ પછી પલિસ્તીઓએ તે કૂવાઓ માંટીથી પૂરી દીધા હતા. અને ઇસહાકે તે કૂવાઓનાં નામ તેના પિતાએ જે પાડયાં હતાં તે જ રાખ્યાં.