Genesis 27:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે ઇસહાક વૃદ્ધ થયો અને તેની આંખોનું તેજ એટલું બધું ઘટ્યું કે તે નિહાળી શકતો ન હતો. ત્યારે તેણે પોતાના મોટા દીકરા એસાવને બોલાવીને કહ્યું, "મારા દીકરા." તેણે તેને કહ્યું, "બોલો પિતાજી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે એવું બન્યું કે ઇસ્હાક વૃદ્ધ થયો હતો અને તેની આંખોનું તેજ ઘટી ગયું હોવાથી તે જોઈ શક્તો નહોતો. ત્યારે એક દિવસ તેણે પોતાના મોટા પુત્ર એસાવને બોલાવીને કહ્યું, “મારા દીકરા.” તે બોલ્યો, “હું આ રહ્યો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે ઇસહાક વૃધ્ધ થયો, ને તેની આંખનું તેજ એટલું બધું ફાટી ગયું કે તે દેખી શકતો ન હતો, ત્યારે તેણે પોતાના મોટા દિકરા એસાવને બોલાવીને કહ્યું, “મારા દિકરા એસાવને બોલાવીને કહ્યું, “મારા દિકરા;” અને તેણે કહ્યું; હું આ રહ્યો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે ઈસહાક વૃદ્વ થયો, ત્યારે તેની આંખોની દૃષ્ટિ નબળી પડી અને તેને કઇં પણ ચોખ્ખું દેખાતું ન હતું. એક દિવસ તેણે તેના મોટા પુત્ર એસાવને બોલાવ્યો. ઈસહાકે કહ્યું, “માંરા દીકરા.” ઈસહાકને એસાવે જવાબ આપ્યો, “જી, પિતાજી, હું આ રહ્યો.”