Genesis 27:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો; ઇસહાકે તેને સ્પર્શીને કહ્યું, "આ અવાજ તો યાકૂબનો અવાજ છે પણ હાથ તો એસાવના છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આથી યાકોબ પોતાના પિતા ઇસ્હાકની નજીક ગયો. ઇસ્હાકે હાથ ફેરવી જોઈને કહ્યું, “અવાજ તો જાણે યાકોબનો છે. પણ હાથ એસાવના છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે ગયો. અને તે તેને અડક્યો, ને કહ્યું કે, “સાદ તો યાકૂબનો સાદ છે ખરો; પણ હાથ તો એસાવના હાથ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાકૂબ તેના પિતા ઇસહાક પાસે ગયો. ઇસહાકે, તેનો સ્પર્શ કર્યો અને કહ્યું, “તારો અવાજ તો યાકૂબના અવાજ જેવો જ છે. પરંતુ તારા હાથ તો એસાવના રૂવાંટીવાળા હાથ જેવા જ છે.”