Genesis 27:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના હાથ તેના ભાઈ એસાવના જેવા રુંવાટીવાળા હતા માટે ઇસહાક તેને ઓળખી શક્યો નહિ, તેથી તેણે તેને આશીર્વાદ આપવાનું નક્કી કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના હાથ તેના ભાઈ એસાવના હાથ જેવા વાળવાળા હતા એટલે ઇસ્હાક તેને ઓળખી શકયો નહિ; તેથી ઇસ્હાક તેને આશિષ આપવાનો હતો. પણ તેણે પૂછયું, “શું તું ખરેખર મારો પુત્ર એસાવ છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેના હાથ તેના ભાઈ એસાવના સરખા કેશી હતા, માટે તેને તેણે ઓળખ્યો નહિ; અને ઇસહાકે તેને આશીર્વાદ આપ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસહાકને એ ખબર ના પડી કે, આ યાકૂબ છે, કારણ કે તેના હાથ એસાવના હાથની જેમ રૂવાંટીવાળા હતા. તેથી ઇસહાકે, યાકૂબને આશીર્વાદ આપ્યા.