Genesis 27:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇસહાકે કહ્યું, "એ ભોજન મારી પાસે લાવ એટલે હું તારો શિકાર ખાઉં અને તને આશીર્વાદ આપું." યાકૂબ તેની પાસે ભોજન લાવ્યો. ઇસહાકે ખાધું અને યાકૂબ તેના માટે જે દ્રાક્ષાસવ લાવ્યો હતો તે પણ તેણે પીધો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ઇસ્હાકે કહ્યું, “મારા દીકરા, ભોજન મારી પાસે લાવ કે હું તારો શિકાર ખાઈને તને આશિષ આપું.” એટલે તેણે ઇસ્હાકની આગળ ભોજન મૂકયું અને તેણે ખાધું. પછી તેણે તેને દ્રાક્ષાસવ લાવી આપ્યો અને તે તેણે પીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇસહાકે કહ્યું, “એ મારી પાસે લાવ કે, હું મારા દિકરાનો શિકાર ખાઉં કે, મારો જીવ તને આશીર્વાદ આપે.” અને યાકૂબ તેની પાસે લાવ્યો, ને તેણે ખાધું; અને યાકૂબ તેને માટે દ્રાક્ષારસ લાવ્યો. ને તેણે પીધો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ઇસહાકે કહ્યું, “ખાવાનું લાઓ. હું તે ખાઈશ અને તને આશીર્વાદ આપીશ.” એથી યાકૂબે તેમને ખાવાનું આપ્યું અને તેમણે ખાધું. પછી તેણે દ્રાક્ષારસ આપ્યો, અને તેણે તે પીધો.