Genesis 27:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇસહાક બહુ ધ્રૂજી ઊઠ્યો અને બોલ્યો, "ત્યારે જે શિકાર મારીને મારી પાસે લાવ્યો હતો તે કોણ હતો? તારા આવ્યા અગાઉ તે સર્વમાંથી મેં ખાધું અને મેં તેને આશીર્વાદ આપ્યો. તે આશીર્વાદિત થશે પણ ખરો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે ઇસ્હાક થરથર ધ્રૂજવા લાગ્યો અને બોલ્યો, “તો પછી તારી પહેલાં મારી પાસે શિકાર મારી લાવ્યો તે કોણ? તારા આવ્યા પહેલાં મેં તેમાંથી ખાધું અને તેને આશિષ આપી, અને તે જરૂર આશિષ પામશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇસહાક બહુ થરથર ધ્રૂજ્યો, ને બોલ્યો ‘ત્યારે જે શિકાર મારીને મારી પાસે લાવ્યો હતો તે કોણ? તે સર્વમાંથી તારા આવ્યા અગાઉ મેં ખાધું, ને તેને આશીર્વાદ આપ્યો; અને તે આશીર્વાદિત થશે પણ ખરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ઇસહાક ખળભળી ઊઠયો, તેણે પૂછયું, “તો પછી તું આવ્યો તે પહેલાં શિકાર કરીને માંરી આગળ લઈ આવ્યો તે કોણ? મેં તો ખાઈને તેને આશીર્વાદ પણ આપ્યો! આશીર્વાદને પાછો ખેંચવાનો સમય તો જતો રહ્યો. અને એ તો હવે કાયમ જ રહેશે.”