Genesis 27:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે એસાવે પોતાના પિતાની વાત સાંભળી, ત્યારે તે મોટી તથા બહુ કારમી બૂમ પાડીને રડ્યો અને પોતાના પિતાને કહ્યું, "મારા પિતા, મને હા મને પણ, આશીર્વાદ આપ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોતાના પિતાના શબ્દો સાંભળીને એસાવ ખૂબ મોટેથી પોક મૂકીને રડયો અને તેના પિતાને કહ્યું, “પિતાજી, મારા પિતાજી, મને પણ આશિષ આપો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એસાવે પોતાના પિતાની વાત સાંભળી, ત્યારે તે બહુ મોટી તથા કારમી બૂમ પાડીને રડયો, ને પોતાના પિતાને કહ્યું, “મારા પિતા, મને, હા, મને પણ આશીર્વાદ આપો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એસાવે પોતાના પિતાનાં વચનો સાંભળ્યા. તેનું મન કડવાશ અને ગુસ્સાથી ભરાઈ ગયું. તેણે ખૂબ મોટેથી કારમી બૂમ પાડીને પોતાના પિતાને કહ્યું, “પિતાજી, તો પછી મને પણ આશીર્વાદ આપો.”