Genesis 27:42 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રિબકાને તેના જ્યેષ્ઠ દીકરા એસાવની એ વાત જણાવવામાં આવી. તેથી તેણે પોતાના નાના દીકરા યાકૂબને બોલાવડાવ્યો અને તેને કહ્યું, "જો, તારો ભાઈ એસાવ તને મારી નાખે એવું જોખમ તારે માથે છે. તેના મનમાં એવા વિચારો ચાલે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ રિબકાને એસાવની એ વાતની જાણ થઈ ગઈ. તેથી તેણે યાકોબને બોલાવીને કહ્યું, “જો, તારો ભાઈ એસાવ તને મારી નાખીને તેનો ક્રોધાવેશ શમાવવા માગે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રિબકાને તેના જયેષ્ઠ દિકરા એસાવનીઇ એ વાત કહેવામાં આવી. અને તેણે પોતાના નાના દિકરા યાકૂબને તેડી મંગાવ્યો, ને તેને કહ્યું, “જો, તારો ભાઈ એસાવ તને મારી નાખવાનું ધારીને તારા વિષે પોતાના મનને શાંત પાડે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રિબકાને એસાવ દ્વારા યાકૂબને માંરી નાખવાના ષડયંત્રની જાણ થઈ. તેણે યાકૂબને બોલાવીને કહ્યું, “સાંભળ, તારો ભાઈ એસાવ તને માંરી નાખવાનું ષડયંત્ર કરી રહ્યો છે.