Genesis 28:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પૃથ્વીની રજ જેટલાં તારા સંતાન થશે અને એ સંતાનો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ તરફ દૂર સુધી ફેલાશે. તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીનાં સર્વ કુળો આશીર્વાદ પામશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પૃથ્વીની રજકણ જેટલા તારા વંશજો થશે અને તારો વંશ પૂર્વમાં અને પશ્ર્વિમમાં તેમ જ ઉત્તરમાં અને દક્ષિણમાં ફેલાશે અને તારા દ્વારા અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓ આશિષ પામશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પૃથ્વીની રજ જેટલાં તારાં સંતાન થશે, ને તું પૂર્વપશ્ચિમ તથા ઉત્તરદક્ષિણ ફેલાશે, ને તારામાં તથા તારાં સંતાનમાં પૃથ્વીનાં સર્વ ગોત્રો આશીર્વાદ પામશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પૃથ્વી પર માંટીના જેટલાં રજકણ છે તેટલા તારા વંશજો હશે. તેઓ પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણમાં ફેલાશે. અને તારા તથા તારા વંશજોને કારણે પૃથ્વી પરની બધી પ્રજાઓ આશીર્વાદ પ્રાપ્ત કરશે.