Genesis 28:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકૂબ વહેલી સવારે ઊઠ્યો અને જે પથ્થર તેણે તેના માથા નીચે મૂક્યો હતો તે તેણે લીધો. તેણે તેને સ્તંભની જેમ ઊભો કર્યો અને તેના ઉપરના ભાગ પર જૈત તેલ રેડ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી યાકોબ વહેલી સવારે ઊઠયો અને તેણે જે પથ્થર માથા નીચે મૂક્યો હતો તે લઈને સ્તંભ તરીકે ઊભો કર્યો અને તેના પર તેલ રેડયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાકૂબ મોટી સવારે ઊઠયો, ને જે પથ્થર તેણે માથા નીચે મૂકયો હતો તે લઈને તેણે સ્તંભ તરીકે તે ઊભો કર્યો, ને તેના પર તેલ રેડયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજે દિવસે સવારે યાકૂબ વહેલો ઊઠયો, અને જે પથ્થર તેને માંથા નીચે મૂકયો હતો તે ઊઠાવ્યો. અને તેને સ્માંરકસ્તંભ તરીકે ઊભો મૂકી દીધો. પછી તેણે તેના પર તેલ રેડ્યું. આ રીતે તેણે આ પથ્થરને દેવનો સ્માંરક સ્તંભ બનાવ્યો.