Genesis 28:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે, એસાવે જોયું કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો છે અને તેને પાદ્દાનારામમાંથી કન્યા મેળવીને લગ્ન કરવા માટે ત્યાં મોકલ્યો છે. એસાવે એ પણ જોયું કે ઇસહાકે તેને આશીર્વાદ આપતાં આજ્ઞા કરી કે, "કનાન દેશની કન્યાઓમાંથી તું કોઈની સાથે લગ્ન કરીશ નહિ,"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે એસાવે જોયું કે ઇસ્હાકે યાકોબને આશિષ આપીને તેને લગ્ન માટે મેસોપોટેમિયા મોકલી આપ્યો છે અને તેને આશિષ આપતી વખતે આજ્ઞા કરી છે કે, ‘તારે કોઈ કનાની સ્ત્રી સાથે લગ્ન કરવાં નહિ,’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એસાવે જોયું કે ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યો છે, ને પોતાને માટે પત્ની લેવાને તેને પાદાનારામમાં મોકલ્યો ચે. અને એને આશીર્વાદ આપતાં એવી આ આપી છે કે કનાન દેશની દીકરીઓમાંથી તું પત્ની ન લે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એસાવને ખબર પડી કે, તેના પિતા ઇસહાકે યાકૂબને આશીર્વાદ આપ્યા છે અને તેમણે યાકૂબને પાદૃાનારામમાં પત્નીની શોધ માંટે મોકલ્યો છે. અને એસાવને એ પણ ખબર પડી ગઈ કે, ઇસહાકે યાકૂબને આદેશ આપ્યો છે કે, તે કનાની કન્યા સાથે લગ્ન ન કરે.