Genesis 28:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તે તેના કાકા ઇશ્માએલના કુટુંબમાં ગયો અને પોતાની પત્નીઓ હોવા ઉપરાંત ત્યાંની સ્ત્રી સાથે લગ્ન કર્યું. તે ઇબ્રાહિમના દીકરા, ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન માહાલાથ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એટલે તે અબ્રાહામના પુત્ર ઇશ્માએલ પાસે ગયો અને પોતાની પત્નીઓ ઉપરાંત ઇશ્માએલની પુત્રી, નબાયોથની બહેન માહાલાથ સાથે લગ્ન કર્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે એસાવ ઇશ્માએલની પાસે ગયો, ને ઇબ્રાહિમના દિકરા ઇશ્માએલની દીકરી માહાલાથ, જે નબાયોથની બહેન, તેને તેણે પોતાની પત્નીઓ ઉપરાંત પત્ની કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એસાવને પહેલાની બે પત્નીઓ તો હતી, પરંતુ તેણે ઇશ્માંએલની પુત્રી નબાયોથની બહેન માંહાલાથ સાથે વિવાહ કર્યા. (ઇશ્માંએલ ઇબ્રાહિમનો પુત્ર હતો.)