Genesis 29:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેમનાં ઘેટાંને જોયાં ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ખસેડ્યો અને તેના મામા લાબાનના ઘેટાંને પાણી પાયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાકોબે પોતાના મામા લાબાનની પુત્રી રાહેલને અને મામાનાં ઘેટાંને જોયાં એટલે તેણે કૂવાના મુખ પરથી પથ્થર ગબડાવી દીધો અને પોતાના મામાનાં ઘેટાંને પાણી પીવડાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે, યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેના મામા લાબાનનાં ઘેટાંને જોયાં, ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવ્યો, ને તેના મામા લાબાનનાં ઘેટાંને પાણી પીવડાવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાહેલ લાબાનની પુત્રી હતી. લાબાન રિબકાનો ભાઈ હતો. અને રિબકા યાકૂબની માંતા હતી. જયારે યાકૂબે રાહેલને જોઈ, ત્યારે તેણે કૂવા પરનો પથ્થર હઠાવ્યો અને ઘેટાંઓને પાણી પાયું.