Genesis 29:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે લાબાને તેની બહેનના દીકરા યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડી આવ્યો અને ભેટીને તેને ચૂમ્યો અને તેને પોતાના ઘરે લાવ્યો. યાકૂબે લાબાનને પોતાના આવવા વિષેની વાત કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે લાબાને પોતાના ભાણેજ યાકોબના સમાચાર સાંભળ્યા ત્યારે તે તેને દોડીને મળવા ગયો અને તેને ભેટીને ચુંબન કર્યું. તે તેને પોતાને ઘેર લઈ ગયો. પછી યાકોબે લાબાનને બધી વાત કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે લાબાને તેના ભાણેજ યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડયો, ને તેને આલિંગન કરીને ચૂમ્યો, ને તેને પોતાને ઘેર લાવ્યો. અને તેણે લાબાનને આ સર્વ વાતો કહી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લાબાને પોતાની બહેનના પુત્ર યાકૂબના સમાંચાર સાંભળ્યા, તેથી તે ભાણેજને મળવા માંટે દોડયો. અને તેને ભેટી પડયો, ચુંબન કરવા લાગ્યો અને પોતાને ઘેર લઈ આવ્યો. યાકૂબે જે કાંઈ થયું હતું તે બધુંજ લાબાનને કહી સંભળાવ્યું.
Recommended Reading