Genesis 29:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે જોયું કે, ખેતરમાં એક કૂવો હતો. ત્યાં તેની નજીક ઘેટાંનાં ત્રણ ટોળાં હતાં. તે કૂવામાંથી તેઓ ટોળાંને પાણી પીવડાવતા હતા. કૂવા પર મોટો પથ્થર ઢાંકવામાં આવેલો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં તેણે ખેતરમાં એક કૂવો અને તેની પાસે ઘેટાંનાં ત્રણ ટોળાં બેઠેલાં જોયાં. કારણ, એ કૂવામાંથી ઘેટાંનાં ટોળાંને પાણી પીવડાવવામાં આવતું હતું. કૂવાના મુખ ઉપર એક મોટો પથ્થર હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે જોયું, તો જુઓ, ખેતરમાં એક કૂવો હતો, ને જુઓ, ત્યાં તેની પાસે ઘેટાંનાં ત્રણ ટોળાં બેઠાં હતાં. કેમ કે તે કૂવામાંથી તેઓ ટોળાંને પાતા હતા; અને કૂવાના મોં પર મૂકેલો પથ્થર મોટો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાકૂબે એક નજર કરી, તો ત્યાં તેણે વગડામાં એક કૂવો જોયો. અને કૂવા પાસે ઘેટાંનાં ત્રણ ટોળાં હતાં. એ કૂવામાંથી ઘેટાંનાં ટોળાને પાણી પીવડાવવામાં આવતું હતું. એક મોટા પથ્થરથી કૂવાનું મોઢું ઢાંકેલું હતું.