Genesis 29:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાકૂબે તે પ્રમાણે કર્યું અને લેઆ સાથે અઠવાડિયું પૂરું કર્યું. પછી લાબાને તેની દીકરી રાહેલ પણ યાકૂબને પત્ની તરીકે આપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાકોબે એ વાત કબૂલ કરી. તેણે લેઆહ સાથે એક સપ્તાહ પૂરું કર્યું, તે પછી લાબાને પોતાની પુત્રી રાહેલનાં લગ્ન પણ તેની સાથે કરાવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે પ્રમાણે યાકૂબે કર્યું, ને તેનું અઠવાડિયું પુરું કર્યા પછી લાબાને તેની દીકરી રાહેલને પણ યાકૂબની પત્ની થવાને આપી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી યાકૂબે તેનો સ્વીકાર કર્યો અને તેણે લેઆહના લગ્નની વિધિનું સપ્તાહ પૂરું કર્યુ. ત્યાર પછી લાબાને પોતાની દીકરી રાહેલ પણ તેને પરણાવી.

Recommended Reading